કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલું એક પ્રાચીન મંદિર જીર્ણોદ્ધાર સાથે 34 વર્ષના લાંબા સમય પછી “હરેઈ અષ્ટમી” ના શુભ અવસર પર આવતીકાલે ભક્તો માટે ખોલવામાં આવશે. વર્ષ 1990માં કાશ્મીર ખીણમાં વિકટ પરિસ્થિતિને કારણે તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. આ મંદિર ત્યાનાં સ્થાનિક મુસ્લિમોનાં સક્રિય સહયોગથી આવતીકાલે ફરી ખુલશે. આ મંદિર ખુલતા દેવી ઉમા ભગવતીની સ્થાપના ઉપરાંત પંચમુખી હનુમાનજીની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવશે. બ્રારી આંઘાન ખાતેનું ઉમા ભગવતીનું આ મંદિર એક પ્રાચીન મંદિર છે. જ્યાં જમ્મુ કાશ્મીરના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હતા.
Site Admin | જુલાઇ 13, 2024 2:58 પી એમ(PM)
કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલું એક પ્રાચીન મંદિર જીર્ણોદ્ધાર સાથે 34 વર્ષના લાંબા સમય પછી “હરેઈ અષ્ટમી” ના શુભ અવસર પર આવતીકાલે ભક્તો માટે ખોલવામાં આવશે
