કારગિલ વિજય દિવસ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દિલ્હી સ્થિત રાષ્ટ્રીયયુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સૈન્ય ઉપ પ્રમુખ લેફ્ટનેન્ટ જનરલ એન
રાજા સુબ્રમણી, નૌકાદળના ઉપ પ્રમુખ વાઇસ એડમિરલ સ્વામીનાથન, ભારતીય વાયુ દળના ઉપપ્રખુખ એર માર્શલ એપી સિંહે અને ચીફ ઓફ સ્ટાફ સચિવ લેફ્ટન્નટ જનરલ જૉન્સન પીમૈથ્યૂએ પણ કારગીલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી.તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કારગિલ યુદ્ધના શહીદોના બલિદાનને સ્મરણ કર્યું.સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે હિમાલયના દુર્ગમ પર્વતોમાં શૌર્ય પ્રદર્શન અને દુશ્મનોને પાછા હટાવા મજબૂર કરવા બદલ શહીદ જવાનોનો આભાર માન્યો. તેમણે લખ્યું છે કે જવાનોએ
કારગિલમાં ફરી એકવાર તિરંગો લહેરાવીને દેશને ગૌરવ અપાવ્યું.
Site Admin | જુલાઇ 26, 2024 2:02 પી એમ(PM) | કારગિલ વિજય દિવસ | રાજનાથસિંહ | સંરક્ષણ મંત્રી