કાયદાનો મુસદ્દો ઘડવોએ કાયદો અને તેના ઉદ્દેશ્યોને પૂર્ણ કરવાની અનોખી કલા છે એમ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું. ગઈ કાલે ગાંધીનગરમાં કાયદા મુસદ્દા તાલીમ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોને સંબોધતા શ્રી શાહે કહ્યું હતું કે, ‘સ્પષ્ટ અને દોષરહિત કાયદો માત્ર અમલીકરણમાં તો મદદ કરે જ છે, પરંતુ લોકશાહી વ્યવસ્થામાં પરિવર્તન લાવવામાં પણ મદદ કરે છે.
આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કાયદાના નિયમોને આધિન શાસન વ્યવસ્થામાં કાયદા ઘડતર સાથે સંકળાયેલા અધિકારીઓની સજ્જતા આવશ્યક છે. તેમણે કહ્યું હતું કે, કાયદાની ઘડતરની પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીઓની તાલીમબદ્ધતા સરળ અને સ્પષ્ટ કાયદા-નિયમોનું ઘડતર કરશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા દ્વારા દેશમાં પ્રથમવાર કાયદાનો મુસદ્દો ઘડવા અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
Site Admin | ઓક્ટોબર 23, 2024 8:43 એ એમ (AM)