કાનપુરમાં રમાઇ રહેલી બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસે બાંગ્લાદેશે પહેલી ઇનિંગમાં ત્રણ વિકેટે 107 રન બનાવ્યા છે. ભારે વરસાદને કારણે આજે બપોર બાદ મેચ અટકાવી દેવાઇ હતી. ત્યારે મોમિનુલ હક 40 રને અને મુશફિકુર રહીમ 6 રને રમતમાં હતા, ભારત તરફથી આકાશ દીપે બે જ્યારે રવિચંદ્રન અશ્વિને 1-1 વિકેટ લીધી હતી.
અગાઉ, વરસાદ અને ભીના આઉટફિલ્ડને કારણે ટોસમાં પણ વિલંબ થયા બાદ ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે પ્રવાસી બાંગ્લાદેશની ટીમને 280 રનના વિશાળ અંતરથી હરાવીને શ્રેણીમાં 1-0થી સરસાઇ મેળવી છે.
Site Admin | સપ્ટેમ્બર 27, 2024 7:57 પી એમ(PM) | ક્રિકેટ
કાનપુરમાં રમાઇ રહેલી બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસે બાંગ્લાદેશે પહેલી ઇનિંગમાં ત્રણ વિકેટે 107 રન બનાવ્યા
