કાઠમંડુમાં ભારત-નેપાળ સ્ટાર્ટઅપ સમિટ 2024નો પ્રારંભ થયો છે.
આ પરિષદ બંને દેશો વચ્ચે સહયોગ અને નવીનતાને પ્રોત્સાહન આપવા ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને નીતિ નિર્માતાઓને એકસાથે લાવશે. પરિષદનો ઉદ્દેશ સ્ટાર્ટઅપ્સને નેટવર્ક માટે પ્લેટફોર્મ પૂરું પાડવા, તેમના વિચારો રજૂ કરવાનો અને વૃદ્ધિ અને રોકાણની તકો શોધવાનો છે. પરિષદ માં મુખ્ય પ્રવચનો, પેનલ ચર્ચાઓ, સત્રો અને નેટવર્કિંગની તકોનો સમાવેશ થાય છે.
ઈન્ડિયા-નેપાળ સેન્ટર PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના કો-ચેરમેન કમલેશ જૈને જણાવ્યું હતું કે વિકાસશીલ દેશ તરીકે નેપાળ બેરોજગારી, વિદેશી સહાય પર નિર્ભરતા અને વેપાર ખાધ જેવા વિવિધ પડકારોનો સામનો કરે છે. તેમણે કહ્યું કે સ્ટાર્ટઅપ્સ આ પડકારોનો સામનો કરવા માટે આશાના કિરણ સમાન છે.
સ્ટાર્ટઅપ્સ નોકરીઓનું સર્જન કરે છે, આવક પેદા કરે છે અને અર્થતંત્રમાં વૈવિધ્ય લાવે છે. તે નવીન વિચારોને આગળ ધપાવે છે જે વ્યવસાયો શરૂ કરવા તરફ દોરી જાય છે જે જીડીપી વૃદ્ધિમાં ફાળો આપે છે અને પરંપરાગત ઉદ્યોગો અને કૃષિ પરની આપણી નિર્ભરતા ઘટાડવામાં મદદ કરે છે.
Site Admin | ડિસેમ્બર 18, 2024 10:03 એ એમ (AM)