કશ્મીર ખીણમાં મંગળવારે ભૂકંપનાં સતત બે આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 અને 4.8 નોંધાઈ હતી. જોકે, આ ભૂકંપથી જાન-માલને નુકસાન થયાનાં કોઈ સમાચાર નથી. બંને ભૂકંપનાં કેન્દ્રબિંદુ બારામુલા જિલ્લામાં હતા.
ઉલ્લેખનીય છે કે કાશ્મીર ખીણ ભૂકંપ સંભવિત ક્ષેત્રમાં સ્થિત છે. 8 ઓક્ટોબર 2005નાં રોજ 7.6ની તીવ્રતાના ભૂકંપથી 80 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા.
Site Admin | ઓગસ્ટ 20, 2024 7:52 પી એમ(PM) | ભૂકંપ