કલકત્તામાં, વિદ્યાર્થી જૂથો આજે ‘નબન્ના અભિજન’ રેલી યોજશે. બંગાળ પોલીસે પરવાનગી નકારી હોવા છતાં, વિદ્યાર્થી સંગઠન પશ્ચિમ બંગા છાત્ર સમાજ અને ‘સંગ્રામી જૌથા મંચ’ એ જાહેરાત કરી છે કે તેઓ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડૉક્ટરની કથિત બળાત્કાર અને હત્યામાં સંડોવાયેલા લોકોની ધરપકડ પર મુખ્ય મંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ સાથે રેલી કરશે..
પશ્ચિમ બંગાળ પોલીસે દાવો કર્યો છે કે તેઓને વિશ્વસનીય ગુપ્ત માહિતી મળી છે જે સૂચવે છે કે બદમાશો દ્વારા પ્રદર્શનકારીઓમાં ભળવા અને રેલી દરમિયાન હિંસા અને અરાજકતા ફેલાવવાના પ્રયાસો કરવામાં આવશે. રાજ્ય સરકારે પહેલાથી જ BNSS ની કલમ 163 હેઠળ નબન્ના નજીક પ્રતિબંધિત આદેશો લાદી દીધા છે, જે પાંચ કે તેથી વધુ વ્યક્તિઓને ભેગા થતા અટકાવે છે.
કોલકાતા પોલીસે શહેરના રસ્તાઓ પર 6,000 થી વધુ કર્મચારીઓને તૈનાત કર્યા છે, વોટર કેનન્સ તૈયાર રાખ્યા છે અને ઓછામાં ઓછા 19 બેરિકેડ પોઈન્ટ ઉભા કર્યા છે. લગભગ 26 ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ વિવિધ પોઈન્ટ પર તૈનાત છે. ઘણી શૈક્ષણિક સંસ્થાઓએ ઓનલાઈન વર્ગો પસંદ કર્યા છે અથવા દિવસ માટે રજા જાહેર કરી છે.
રાજ્યપાલ સીવી આનંદ બોઝે રાજ્ય સરકારને રેલીને દબાવવા માટે બળનો ઉપયોગ કરવાનું ટાળવા વિનંતી કરી અને તેના બદલે વિદ્યાર્થીઓના વિરોધ કરવાના અધિકારની હિમાયત કરી.
Site Admin | ઓગસ્ટ 27, 2024 2:29 પી એમ(PM) | બળાત્કાર