કલકત્તામાં તાલીમાર્થી ડૉક્ટરના બળાત્કાર અને હત્યાનો વિરોધ કરી રહેલા જુનિયર ડૉક્ટર્સ ફોરમની સાથે બંગાળી ફિલ્મ ઉદ્યોગના કલાકારો પણ આ ન્યાય રેલીમાં જોડાય હતા અને સાથે રાતભર ચાલનારા ધરણાંમાં પણ ભાગ લીધો હતો. કોલકાતા શહેરના કોલેજ સ્ક્વેરમાં શરૂ થયેલી એકમેગા રેલીમાં, અપર્ણા સેન, સ્વસ્તિક મુખર્જી, સુદિપ્તા ચક્રવર્તી, ચૈતી ઘોસાલ, સોહિની સરકાર સહિતના કલાકારોએ તાલીમાર્થી ડૉક્ટર માટે ન્યાયની માંગણી સાથે સેન્ટ્રલ એવન્યુ તરફ કૂચ કરી હતી.
અભિનેત્રી સ્વસ્તિક મુખર્જીએ કહ્યું કે, વહીવટીતંત્ર એવું વિચારી શકે છે કે આગામી તહેવારોની શરૂ થતાં આ આંદોલન અટકશે, પરંતુ દુર્ગા પૂજા પછી, તે ફરીથી વધુ તીવ્રતાથી શરૂ કરવામાં આવશે. દક્ષિણ કોલકાતામાં, રામકૃષ્ણ મિશન શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ગોલપાર્કથી રવીન્દ્ર સદન એક્સાઈડ ક્રોસિંગ સુધી કૂચ કરી અને ન્યાયી, નિષ્પક્ષ તપાસ અને ગુનામાં સામેલ તમામની ધરપકડની માંગ કરી.
અન્ય એક રેલીમાં, સેન્ટ જોન્સ ડાયોસેસન ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલના વર્તમાન વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે આશરે 300 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, AJC બોસ રોડ પર એક્સાઈડ ક્રોસિંગ પાસે માનવસાંકળ રચતા પહેલા મિન્ટો પાર્કથી સ્કૂલ કમ્પાઉન્ડ સુધી ચાલ્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 2, 2024 9:51 એ એમ (AM)
કલકત્તામાં તાલીમાર્થી ડૉક્ટરના બળાત્કાર અને હત્યાનો વિરોધ કરી રહેલા જુનિયર ડૉક્ટર્સ ફોરમની સાથે બંગાળી ફિલ્મ ઉદ્યોગના કલાકારો પણ આ ન્યાય રેલીમાં જોડાય હતા
