કર્મચારી ભવિષ્ય ભંડોળ સંસ્થાન- EPFO એ આ વર્ષે ઓક્ટોબર માસ દરમિયાન 13 લાખ 41 હજાર સભ્યોનો ઉમેરો નોંધાવ્યો છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું કે, આ વધારો રોજગારની વધતી તક, કર્મચારીઓના લાભો અંગેની જાગૃતિ અને EPFOની અસરકારક પહેલને આભારી છે.
EPFOએ ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબરમાં લગભગ 7 લાખ 50 હજાર નવા સભ્યોની નોંધણી કરી છે. નવા ઉમેરાયેલા કુલ સભ્યોના 58 ટકાથી વધુ સભ્યો 18 થી 25 વય જૂથના છે. મંત્રાલયે જણાવ્યું છે કે પગાર પત્રકની માહિતીના જાતિ આધારિત વિશ્લેષણ પ્રમાણે લગભગ 2 લાખ 9 હજાર મહિલાઓને નવા સભ્યો તરીકે ઉમેરાયા છે.
Site Admin | ડિસેમ્બર 26, 2024 10:19 એ એમ (AM)