ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 3, 2025 8:25 પી એમ(PM) | EPFO

printer

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFOની કેન્દ્રીયકૃત પેન્શન ચૂકવણી વ્યવસ્થા દેશભરમાં સંપૂર્ણપણે કાર્યાન્વિત

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFOની કેન્દ્રીયકૃત પેન્શન ચૂકવણી વ્યવસ્થા હવે દેશભરમાં સંપૂર્ણપણે કાર્યાન્વિત થઈ ગઈ છે.ડિસેમ્બર મહિનામાં દેશની તમામ 122 પેન્શન ચૂકવણી પ્રાદેશિક કચેરીઓમાં નોંધાયેલા 68 લાખથી વધુ પેન્શન ધારકોને એક હજાર 570 કરોડ રૂપિયાથી વધુનાં પેન્શનની ચૂકવણી કરવામાં આવી હતી.શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, આ આધુનિક પ્રણાલિ એ સુનિશ્ચિત કરશે કે પેન્શનધારકો દેશનાં કોઈ પણ સ્થળે, કોઇ પણ બેન્કમાંથી પોતાનું પેન્શન ઉપાડી શકશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ