કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન -EPFO આજે ‘ફંડ ટ્રાન્સફર’ વિષય પર 5મું જીવંત સત્ર યોજશે. જેનો ઉદ્દેશ સભ્યો અને પેન્શનરોને વિવિધ સેવાઓ વિશે માહિતી પૂરી પાડવાનો છે.
આ સત્ર EPFOના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે કે સત્ર દરમિયાન નિષ્ણાતો પ્રોવિડન્ટ ફંડ ટ્રાન્સફરનું મહત્વ અને તેની પ્રક્રિયા સમજાવશે અને સહભાગીઓના પ્રશ્નોના જવાબ આપશે.
Site Admin | ઓગસ્ટ 13, 2024 11:02 એ એમ (AM) | aakshvaninews
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન -EPFO આજે ‘ફંડ ટ્રાન્સફર’ વિષય પર 5મું જીવંત સત્ર યોજશે
