કર્ણાટક સરકારે રાજ્યમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં સ્થાનિક નિવાસીઓને અનામતની જોગવાઈ કરતા ખરડાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ઉદ્યોગ સંગઠનો અને નિષ્ણાતોએ વિરોધ કર્યા પછી સરકારે પોતાનો નિર્ણય પાછો ઠેલ્યો છે. ગયા સોમવારે કર્ણાટકનાં ઉદ્યોગો, ફેક્ટરીઓ અને અન્ય ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક ઉમેદવારો માટે અનામત ક્વોટાની જોગવાઈ કરતો ખરડો પસાર કરવામાં આવ્યો હતો. ખરડામાં જોગવાઈ કરવામાં આવી હતી કે ખાનગી ક્ષેત્રમાં મેનેજમેન્ટ હોદ્દાઓ પર 50 ટકા, નોન-મેનેજમેન્ટ હોદ્દાઓ પર 75 ટકા તથા ગ્રુપ સી અને ગ્રૂપ ડી હોદ્દાઓ પર 100 ટકા જગ્યા કન્નડ નાગરિકો માટે અનામત રહેશે.
જો કે, મુખ્યમંત્રી સિધ્ધારમૈયાએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે, ખરડાને સ્થગિત કરવામાં આવ્યો છે.
Site Admin | જુલાઇ 18, 2024 2:22 પી એમ(PM) | કર્ણાટક