ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 6, 2025 4:41 પી એમ(PM)

printer

કર્ણાટકમાં HMPVના બે કેસ મળ્યા છે

કર્ણાટકમાં HMPVના બે કેસ મળ્યા છે. ત્રણ મહિનાની બાળકી અને આઠ મહિનાના શિશુમાં આ વાયરસ જોવા મળ્યો હતો. બંને શિશુઓ હવે સ્વસ્થ થઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તેમની તમામ ઉપલબ્ધ સર્વેલન્સ ચેનલો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે શ્વસન સંબંધી બિમારીઓમાં કોઈપણ સંભવિત વધારાને નિયંત્રિત કરવા માટે સુસજ્જ છે. ચીનમાં હ્યુમન મેટાપ્યુમો વાયરસના વધતા જતા કેસો વચ્ચે, વિશ્વ આરોગ્ય સંસ્થા ચીનની પરિસ્થિતિ અંગે સમયસર માહિતી આપી રહી છે.
દરમિયાન દિલ્હીના આરોગ્ય અધિકારીઓએ ગઈકાલે HMPV અને અન્ય શ્વસન વાઈરસ સંબંધિત સંભવિત સ્વાસ્થ્ય પડકારો અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. હૉસ્પિટલોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ સમન્વિત સ્વાસ્થ્ય સૂચના પ્લેટફૉર્મ પૉર્ટલના માધ્યમથી ઇન્ફ્લૂએન્ઝા જેવી બિમારી અને ગંભીર શ્વસન સંક્રમણ કેસની તાત્કાલિક નોંધ લે. શંકાસ્પદ કેસ માટે કડક અલાયદો શિષ્ટાચાર અને સાર્વત્રિક સાવચેતીઓનો ઉપયોગને ફરજિયાત કરાયો છે.
હૉસ્પિટલોને ઑક્સિજનની સાથે સાથે પૅરાસિટામૉલ, એન્ટી હિસ્ટામાઈન, બ્રૉન્કો ડાયલૅટર્સ અને ઉધરસની દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ અપાયો છે. ચીનમાં શ્વસન સંબંધિત બીમારીઓમાં વૃદ્ધિ બાદ આ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ