ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 6, 2025 7:35 પી એમ(PM)

printer

કર્ણાટકમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ, HMPVના કેસ મળ્યા હોવાના મીડિયા અહેવાલો છે

કર્ણાટકમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ, HMPVના કેસ મળ્યા હોવાના મીડિયા અહેવાલો છે.ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલરિસર્ચ, ICMRએ કર્ણાટકમાં હ્યુમન મેટાપ્યુમો વાયરસના બે કેસ શોધ્યા છે. બંનેકેસની ઓળખ નવા શ્વસન વાયરલ સંબંધી બિમારીઓના છે. HMPV ભારત સહિત વિશ્વભરમાં પહેલેથી જ પ્રચલનમાં છે, અને HMPV-સંબંધિતશ્વસન રોગોના કેસો ઘણા દેશોમાં નોંધાયા છે. વધુમાં ICMR અને ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ નેટવર્કના હાલનાડેટાના આધારે, દેશમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી અથવા ગંભીર તીવ્રશ્વાસોચ્છવાસની બીમારીના કેસોમાં કોઈ અસામાન્ય વધારો થયો નથી. કર્ણાટકમાંથી જે કેસમળી આવેલા છે તેમાં 3 મહિનાની એક બાળકી છે, જેને સારવાર બાદ રજા અપાઇ છે અને 8 મહિનાનું એક બાળક છે. અસરગ્રસ્ત દર્દીઓમાંથી કોઈ પણનો આંતરરાષ્ટ્રીયપ્રવાસનો કોઈ ઇતિહાસ નથી.  

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ