કર્ણાટકની ચન્નાપટના, શિગગાવ અને સંદુર બેઠક પર આવતીકાલે થનારી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. ચન્નાપટનામાં કેન્દ્રીય મંત્રી અને જેડીએસના વરિષ્ઠનેતા એચ.ડી. કુમાર સ્વામીના પુત્ર નિખિલ કુમારસ્વામી અને કૉંગ્રેસના ઉમેદવાર સી.પી. યોગેશ્વર વચ્ચે સીધો જંગ છે. શિગગાવમાં ભાજપના સંસદસભ્ય બસવરાજ બોમ્માઇના પુત્ર ભરતબોમાઇ કૉંગ્રેસના ઉમેદવાર યાસિર અહેમદ ખાન પઠાણ સામે મેદાનમાં છે. સંદુરમાં કૉંગ્રેસના ઉમેદવાર અને સાસંદસભ્ય ઇ. તુકારામ આ બેઠક પરથી ધારાસભ્ય હતા. આ વખતે પક્ષે તેમના પત્ની અન્નપુર્ણાને ટિકિટ આપી છે. સંદુરમાં 2 લાખ 36 હજારથી વધારે મતદારો છે, જેમની માટે 253 મતદાન કેન્દ્રો ઉભા કરાયા છે. શિગગાંવમાં 2 લાખ, 37 હજારથી વધારે મતદારોછે, જેઓ 196 જેટલા મતદાન કેન્દ્રોમાં મતદાન કરી શકશે. ચન્નાપટનામાં 2 લાખ 32 હજારથી વધારે મતદારો છે, જેમની માટે 276 મતદાન કેન્દ્રો ઉભા કરાયા છે.
Site Admin | નવેમ્બર 12, 2024 6:37 પી એમ(PM)