કર્ણાટક ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બી.વાય.વિજયેન્દ્રએ કહ્યું કે, MUDA કેસમાં પ્રવર્તન નિદેશાલયની તપાસમાં એક મોટા ભ્રષ્ટાચારના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સંડોવાયેલા છે.
સોશિયલ મીડિયા દ્વારા, શ્રી વિજયેન્દ્રએ આરોપ લગાવ્યો છે કે, મુખ્યમંત્રીએ રાજકીય પ્રભાવનો ઉપયોગ કરીને તેમની પત્નીના નામે ગેરકાયદેસર રીતે રહેણાંક જમીન ફાળવી હતી. તેમણે આ કૌભાંડની નિષ્પક્ષ તપાસ માટે CBI તપાસની અને મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી છે.
Site Admin | જાન્યુઆરી 18, 2025 2:10 પી એમ(PM)