કર્ણાટકના બેલગામમાં આઠ વાહન વચ્ચે થયેલા માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત અને છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં 2 બાઈક સવાર અને 2 કાર સવાર સામેલ હતા. પોલીસના જણાવ્યા મુજબ, આઠ વાહન એક પછી એક ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો.
પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. કન્ટેનર વાહનચાલકની બેદરકારીના કારણે ત્રણ કાર, 2 લારી, એક કન્ટેનર અને બાઈક વચ્ચે ટક્કર થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. વધુ એક દુર્ઘટના તુમકુર જિલ્લાના ગુબ્બી તાલુકામાં સર્જાઈ હતી. અહીં એક કાર ડિવાઈડર સાથે અથડાતાં સાત વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 16, 2024 2:40 પી એમ(PM) | અકસ્માત | કર્ણાટક
કર્ણાટકના બેલગામમાં આઠ વાહન વચ્ચે થયેલા માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત
