કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારની લઘુમતી જૂથને અનામત આપવા માટે બંધારણમાં સુધારો કરવાના અંગેની કથિત ટિપ્પણી પર હોબાળો થતાં રાજ્યસભાની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરાઇ હતી. અગાઉ, જ્યારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સ્પષ્ટતા કરી કે શ્રી શિવકુમારે બંધારણમાં ફેરફાર વિશેકંઈ કહ્યું નથી. તેમણે કહ્યું કે શાસક પક્ષના નેતાઓએ ઘણી વખત બંધારણમાં ફેરફાર કરવાની વાત કરી છે. શ્રી ખડગેએ કહ્યું કે કોંગ્રેસ બંધારણના રક્ષણ માટે છે. ગૃહના નેતા જગત પ્રકાશ નડ્ડાએ કોંગ્રેસ પર શ્રી ખડગેના નિવેદન અંગે ગૃહમાં સત્ય ન બોલવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે કર્ણાટકની કોંગ્રેસ સરકારે જાહેર કરારોમાં ધર્મના આધારે ચાર ટકા અનામત આપી છે.
Site Admin | માર્ચ 24, 2025 7:03 પી એમ(PM)
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારની લઘુમતી જૂથને અનામત આપવા માટે બંધારણમાં સુધારો કરવાના અંગેની કથિત ટિપ્પણી પર હોબાળો થતાં રાજ્યસભાની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરાઇ હતી
