ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 30, 2025 8:51 એ એમ (AM)

printer

કરૂણા અભિયાન અંતર્ગત આ વર્ષે ઉત્તરાયણ દરમિયાન કુલ ૧૭ હજારથી વધુ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપીને ૧૫,૫૭૨ જેટલા પક્ષીઓને જીવનદાન આપવામાં આવ્યું

ઉત્તરાયણ પર્વ દરમિયાન રાજ્ય સરકાર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી “કરૂણા અભિયાન” અંતર્ગત હજારો પક્ષીઓને તાત્કાલિક સારવાર આપીને બચાવી લેવામાં આવ્યા છે.
કરૂણા અભિયાન અંતર્ગત આ વર્ષે ઉત્તરાયણ દરમિયાન કુલ ૧૭ હજારથી વધુ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપીને ૧૫,૫૭૨ જેટલા પક્ષીઓને જીવનદાન આપવામાં આવ્યું છે. આમ, ઇજાગ્રસ્ત પશુ પક્ષીઓમાંથી 91 ટકાને જીવતદાન મળ્યું છે.
અગ્ર મુખ્ય વન સંરક્ષક- વન્યજીવ કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે કે સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં આશરે ૬ હજાર ૬૯૫, સુરતમાં પાંચ હજાર ૧૭૮, રાજકોટમાં ૯૨૦, વડોદરા જિલ્લામાં ૮૯૪ સહિત વિવિધ જિલ્લાઓમાંથી પશુ-પક્ષીઓને તાત્કાલિક સારવાર દ્વારા બચાવી લેવાયા હતા, જેમાં મુખ્યત્વે કબૂતર, સમડી, કાગડો, પોપટ, બગલા સહિતનાં ૫૧ થી વધુ પશુ-પક્ષીઓનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વર્ષ-૨૦૧૭થી ઉત્તરાયણ પર્વ દરમિયાન પ્રતિ વર્ષ તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી પતંગ દોરાથી પશુ-પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા અને સારવાર આપવા માટે કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ