કરુણા અભિયાન અંતર્ગત પ્રાણી અને પંખીઓને ઝડપથી મદદ પહોંચે તે માટે રાજ્યભરમાં ૧૯૬૨ એમ્બ્યુલન્સની સંખ્યા ૧૪ અને ૧૫ જાન્યુઆરી દરમિયાન ૩૭થી વધારીને ૮૭ કરવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષોની ઘટનાનાં વિશ્લેષણના આધારે, ૧૪ જાન્યુઆરીના રોજ અંદાજે ૧,૪૭૬ ઇમર્જન્સી કેસ નોંધાવાની શક્યતા છે, જે સામાન્ય દિવસોમાં નોંધાતા ૮૪૨ કેસોની સરખામણાએ ૭૨.૨૮% નો વધારો દર્શાવે છે. તે જ રીતે, ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ૧,૪૯૫ ઇમર્જન્સી કેસ થવાની શક્યતા છે, જે ૭૭.૫૩% નો વધારો દર્શાવે છે.
રાજકોટ જિલ્લામાં સામાન્ય દિવસોમાં સરેરાશ ૪૬ જેટલા ઇમર્જન્સી કેસ સામે ઉત્તરાયણનાં દિવસે ૧૦૪ જેટલા કેસની સંભાવના સાથે ૧૨૪.૧૪%નો વધારો જોવા મળશે. તેમજ ૧૫ જાન્યુઆરીના રોજ ૮૭ જેટલા કેસ નોંધવાની સંભાવના સાથે ૮૭.૫૦% નો વધારો થવાની સંભાવના હોવાનું ૧૯૬૨ના પ્રોગ્રામ મેનેજર ડોક્ટર પ્રિયાંક પટેલે જણાવ્યું છે.
કરુણા અભિયાન અંતર્ગત પશુ-પંખીઓ માટેની એમ્બ્યુલન્સની સંખ્યા 37 થી વધારી 87 કરાઇ
