કપાસના મહત્વને ઉજાગર કરવા સમગ્ર વિશ્વમાં દર વર્ષે 7 ઓક્ટોબરને વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર દેશમાં કપાસના ઉત્પાદનમાં ગુજરાત બીજા નંબરે છે.
બનાસકાંઠા જિલ્લામાં પણ દાયકાઓથી ખેડૂતો કપાસની સફળ ખેતી કરી રહ્યા છે. જિલ્લાના દિયોદર, થરાદ, વાવ, સૂઇગામ, ભાભર, રાધનપુર, કાંકરેજ તાલુકામાં ખેડૂતો કપાસની સફળ ખેતી કરી અને કાચું સોનું ઉત્પાદન કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂત ઉદય પટેલ જણાવે છે કે કપાસની વૈજ્ઞાનિક ખેતી થકી ઓછા ખર્ચે વધુ નફો મળી રહ્યો છે.