ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 25, 2024 3:48 પી એમ(PM) | કન્યા કેળવણી

printer

કન્યા કેળવણી રથયાત્રાને કારણે રાજ્યની દીકરીઓના શિક્ષણમાં સુધારો…

કન્યા કેળવણી રથયાત્રાને કારણે રાજ્યની દીકરીઓના શિક્ષણમાં સુધારો જોવા મળી રહ્યો છે અને પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થિનીઓનો સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો 1.31 ટકા જેટલો રહ્યો છે.
રાજ્યની વધુને વધુ દીકરીઓ શિક્ષણ મેળવે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે, તે માટે રાજ્ય સરકાર દર વર્ષે કન્યા કેળવણી રથયાત્રા યોજે છે. આ વર્ષે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શિક્ષણ વિભાગ દ્વારા 21મી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા આયોજીત કરાઇ છે.
કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે કન્યા કેળવણી રથયાત્રા ઉપરાંત વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના, વ્હાલી દીકરી યોજના, સરસ્વતી સાધના યોજના, મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના વગેરે જેવી શૈક્ષણિક પહેલો અને યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવવામાં આવી છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ પણ રાજ્યમાં સફળતાપૂર્વક અમલી બનાવવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ