ભારતના 2 દિવસના રાજકીય પ્રવાસ આવેલા કતારના આમિર શેખ તમીમ બિન હમદ અલથાની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં બેઠક હાલ ચાલી રહી છે. દરમિયાન બંને દેશ વચ્ચેના સંબંધ વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા કરાશે. આ પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં શ્રી અલથાનીનું ઔપચારિક સ્વાગત કરાયું હતું. શ્રી અલથાની આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પણ મળશે. તેમના સન્માનમાં ભોજનનું પણ આયોજન કરાયું છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને કતાર વચ્ચે મજબૂત આર્થિક ભાગીદારી છે, જેના કારણે વિવિધ ક્ષેત્રમાં દ્વિપક્ષી વેપાર વધી રહ્યો છે. કતારની કંપનીઓએ દેશની ટેક્નોલૉજી, માળખાગત સુવિધાઓ અને ઉત્પાદન ઉદ્યોગમાં મહત્વનું રોકાણ કર્યું છે. જ્યારે ભારતીય કંપનીઓએ કતારમાં મજબૂત હાજરી સ્થાપિત કરી છે.
Site Admin | ફેબ્રુવારી 18, 2025 2:23 પી એમ(PM) | પ્રધાનમંત્રી
કતારના આમિર શેખ તમીમ બિન હમદ અલથાની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે નવી દિલ્હીમાં બેઠક શરૂ
