ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 31, 2024 9:18 એ એમ (AM)

printer

કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિદ્વારકા, પોરબંદર તેમ જ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત બીજી સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ તરફ સ્ટેટ એમરજન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ, રાજ્યના 130 ડેમ હાઈ-અલર્ટ, 16 ડેમ અલર્ટ, 6 ડેમ ચેતવણી પર રાખવામાં આવ્યા છે. જ્યારે 106 ડેમ 100 ટકા ભરાઈ ગયા હોવાના અહેવાલ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ