કચ્છ રણોત્સવ- 2024નો રંગે ચંગે પ્રારંભ થયો છે. 28 ફેબ્રુઆરી સુધી ચાલનારા રણોત્સવમાં પ્રવાસીઓ માટે ટેન્ટ સિટી ઉપરાંત 20થી વધુ પ્રવૃત્તિઓ, લાઇટ એન્ડ સાઉન્ડ શૉ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ વર્ષે રણોત્સવમાં ટકાઉ પ્રવાસન પર ભાર મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત સફેદ રણ વિસ્તાર, રોડ ટુ હેવન વિસ્તાર તેમજ ધોરડો રણ ઉત્સવ વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર ઘોષિત કરાયો છે. આ ઉપરાંત સફેદ રણ સુધી જવા માટે સાઇકલ રાઇડ, ટેન્સ સિટીમાં વેસ્ટ સેગ્રીગેશન અને ડિસ્પોઝલની વ્યવસ્થા કરવામાં આવી છે.
‘રણ કે રંગ’ થીમ પર આયોજીત રણોત્સવના મુખ્ય આકર્ષણ એવા ટેન્ટ સિટીમાં 400 જેટલા ટેન્ટ ઊભા કરાયા છે. આ વર્ષે પ્રવાસન વિભાગ દ્વારા ધોળાવીરા ખાતે પણ PPP ધોરણે 44 રૂમ સાથેના રિસોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023-24માં 7.42 લાખ પ્રવાસીઓએ કચ્છ રણોત્સવની મુલાકાત લીધી હતી, જેમાં હસ્તકળાને લગતે સ્ટોલ મૂકનારા અંદાજે 1.36 કરોડની આવક થઈ હતી. જ્યારે 7.42 લાખ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. ચાલુ વર્ષે પણ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ રણોત્સવની મુલાકાત લેશે તેવો અંદાજ છે.
Site Admin | નવેમ્બર 16, 2024 7:17 પી એમ(PM) | કચ્છ રણોત્સવ