મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કચ્છ રણોત્સવ એ વિશ્વ પ્રવાસનનું તોરણ બની ગયું છે અને રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે. ધોરડો ખાતે યોજાતો રણોત્સવ એ એક ભારત શ્રેષ્ઠ ભારતને સાકાર કરવાનો અવસર છે.
યુનાઇટેડ નેશન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરીઝમ વિલેજમાં સ્થાન મળ્યું છે તે અંગે મુખ્યમંત્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી ભૂકંપ પછી કચ્છ બેઠું થયું છે અને આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તેમ જણાવી મુખ્યમંત્રીએ ખાવડાના સોલાર એનર્જી પાર્ક, સ્મૃતિવન વગેરેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભારતીય ટપાલ વિભાગના ‘રણોત્સવ ૨૦૨૪-૨૫’ થીમ આધારિત સ્પેશિયલ પોસ્ટલ કવર અને સ્પેશિયલ કેન્સલેશનનું વિમોચન કર્યું હતું.
Site Admin | ડિસેમ્બર 15, 2024 7:23 પી એમ(PM)
કચ્છ રણોત્સવ એ વિશ્વ પ્રવાસનનું તોરણ બની ગયું છે અને રણોત્સવથી રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે :મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
