કચ્છના માધાપર ખાતે પ્રથમ અખિલ ગુજરાત મનો દિવ્યાંગ ક્રિકેટ ચેમ્પિયનશીપમાં 2024 યોજાઈ હતી. જેમાં રાજ્યમાંથી ભાવનગર, દાહોદ, આણંદ, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ સહિત કુલ 8 જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલમાં ભાવનગર અને મહેસાણા વચ્ચે યોજાઈ હતી. જેમાં મહેસાણા જિલ્લાની દિશા સ્કૂલના દિવ્યાંગ બાળકોની ટીમ વિજેતા બની હતી. પ્રકાશ વાઘેલા મેન ઓફ ધી મેચ થયો હતો. મહેસાણાની ટીમને કપની સાથે 11 હજાર રૂપિયાનું રોકડ ઇનામ અપાયું હતું.
Site Admin | ડિસેમ્બર 28, 2024 5:46 પી એમ(PM) | Cricket | kutch | madhapar | manodivyang cricket