ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 21, 2024 8:25 એ એમ (AM)

printer

કચ્છ પૂર્વ વન વિભાગની રેન્જ હેઠળના કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્યમાં પાંચ વ્યક્તિઓ પાસેથી એક કરોડ 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ પૂર્વ કચ્છ વન વિભાગ દ્વારા જપ્ત કરાયો

કચ્છ પૂર્વ વન વિભાગની રેન્જ હેઠળના કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્યમાં અન અધિકૃત પ્રવેશ કરી મીઠાના પાળા બનાવતા પાંચ વ્યક્તિઓ પાસેથી મશીનો સહિત કુલ એક કરોડ 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ પૂર્વ કચ્છ વન વિભાગ દ્વારા જપ્ત કરાયો છે.
પૂર્વ કચ્છ વન વિભાગ રેન્જ અધિકારીની એક યાદીમાં જણાવ્યા અનુસાર વિભાગની પેટ્રોલિંગ ટીમ દ્વારા કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્યના સાધારાવાંઢ વિસ્તારમાં અન અધિકૃત પ્રવેશ કરી મીઠાના પાળા બનાવતા પાંચ વ્યક્તિઓની અટકાયત કરી તેમની પાસે થી પાળા બનાવવાના પાંચ મશીનો સહિતની સામગ્રી કુલ એક કરોડ 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી, અટકાયત કરાયેલ વ્યક્તિઓની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધારેલ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ