કચ્છ, દ્વારકા, સુરેન્દ્રનગર અને મહીસાગર જિલ્લામાં આજે પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત 0-5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવા આવ્યા છે.
કચ્છ જિલ્લામાં ધારાસભ્ય કેશુભાઈ પટેલે બાળકોને પોલિયોના ટીપાં પીવડાવીને બૂથને ખુલ્લું મૂક્યું હતું.
દ્વારકા જિલ્લામાં પણ પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત 5 વર્ષે સુધીના બાળકો ને પોલિયો ડોઝ પીવડાવાયા.
સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી થી 10 ડીસેમ્બર એમ ત્રિ-દિવસીય “પોલિયો રસીકરણ અભિયાન” કાર્યક્રમ શરૂ થયો છે. આ કાર્યક્રમમાં 859 બુથ પર અંદાજે 2 લાખ 21 હજારથી વધુ બાળકને પોલિયો રસીના ટીપા પીવડાવવામાં આવશે.
મહીસાગર જિલ્લામાં પણ પલ્સ પોલીયો રસીકરણ અભિયાનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર નેહા કુમારીના હસ્તે લુણાવાડા તાલુકાના કોઠા ગામે 0 થી 5 વર્ષના બાળકોને પલ્સ પોલીયો રસીના ટીપા પીવડાવવામાં આવ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 8, 2024 3:14 પી એમ(PM) | પોલિયો અભિયાન
કચ્છ, દ્વારકા, સુરેન્દ્રનગર અને મહીસાગર જિલ્લામાં આજે પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત 0-5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવા આવ્યા
