કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની 27 ટુકડી અબડાસા અને લખપત તાલુકામાં તપાસ કરી રહી છે. તે અંતર્ગત 318 ઘરના 2 હજાર 234 લોકોની ચકાસણી કરવામાં આવી છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે કચ્છમાં શંકાસ્પદ તાવના કેસમાં 13 લોકોના મોત નીપજ્યા હતા. ચોથી સપ્ટેમ્બરે પ્રથમ કેસ નોંધાયા બાદ જિલ્લામાં આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી.
Site Admin | સપ્ટેમ્બર 9, 2024 7:22 પી એમ(PM)