ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 31, 2024 9:17 એ એમ (AM)

printer

કચ્છ જિલ્લામાં ધરાશાયી થયેલા વૃક્ષો તથા નુકસાનગ્રસ્ત માર્ગોનું સમારકામ કરી પૂર્વવત્ કરવાની કામગીરી શરુ કરવામાં આવી

રાજ્યભરમાં પડેલા ભારે વરસાદના પગલે પૂરપ્રકોપ છે. વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી કરવામાં આવી રહી છે.
કચ્છ જિલ્લામાં ધરાશાયી થયેલા વૃક્ષો તથા નુકસાનગ્રસ્ત માર્ગોનું સમારકામ કરી પૂર્વવત્ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. જીલ્લા પ્રભારીમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ અબડાસામાં જનજીવન સામાન્ય બને તે રીતે કામગીરી કરવા સૂચના આપી હતી. વરસાદના કારણે કુલ ૮૦૦થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસરતા સફાઈ અને આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરાઈ છે. શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે બે મેડીકલ વાન ટીમ કામે લાગી છે. તો દેવભૂમિદ્વારકા જિલ્લામાં જિલ્લા કલેક્ટર તેમજ રાહત- બચાવ કામગીરીના પ્રભારી સચિવે તાલુકા મથકોએથી સંબંધિત અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી. જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા ફૂડપેકેટનું વિતરણ કરવામાં આવ્યું. ભારતીય સેનાના જવાનોએ ખંભાળિયામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં સહાય પૂરી પાડી હતી. મોરબી અને મહેસાણામાં અનેક વિસ્તારોમાં પાણી નિકાલ, રોડ રસ્તાના સમારકામ તેમજ સાફ-સફાઈની કામગીરી કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના જોરસિંગ સંગોડનું વીજળી પડતા જીવ ગુમાવનારના પરિવારને માનવમૃત્યુ સહાય યોજના અંતર્ગત ચાર લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી. જિલ્લામાં વરસાદી પાણીથી રસ્તા ઉપર થયેલા ધોવાણને લીધે હાલ પ્રથમ તબક્કામાં ચાર તાલુકામાં રસ્તાઓનું સમારકામ ચાલી રહ્યું છે.
આકાશવાણી સાથે વાત કરતાં PGVCL જામનગરના અધિક્ષક એન.એન.અમીને જણાવ્યું હતું કે, જામનગર અને દ્વારકાના કુલ 356 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જે પૈકી મહદઅંશે વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે.
મહીસાગર જિલ્લામાં વિવિધ ગામોમાં એમજીવીસીએલના કર્મચારીઓ દ્વારા ૧ હજાર ૬૧૩ વીજ પોલને ઉભા કરી વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવા કામગીરી શરૂ કરાઈ છે.
બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગના અટકાયતી પગલાં માટે પીવાના પાણીનો ક્લોરીન ટેસ્ટ તથા ક્લોરિન ટેબ્લેટ વિતરણ સાથે આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ