કચ્છ જિલ્લામાં ગઈકાલે ફરી એક વાર ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ગુજરાત ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ, જિલ્લામાં ગઈકાલે સાંજે 7 વાગ્યાને 38 મિનિટે 2.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિન્દુ દુધઈથી 17 કિલોમીટર દૂર નોંધાયું હતું. આ મહિનામાં ભૂકંપનો આ સાતમો આંચકો આવ્યો હતો.
Site Admin | જુલાઇ 21, 2024 3:27 પી એમ(PM)
કચ્છ જિલ્લામાં ગઈકાલે ફરી એક વાર ભૂકંપના આંચકાઓ અનુભવાયા
