કચ્છ જિલ્લામાં આજે સવારે ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાયા હતા. પશ્ચિમ કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટ્ટણી જણાવે છે કે, આજે સવારે દસ વાગ્યેને પાંચ મિનિટે રિક્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો, જેના કારણે નજીકના ગામોમાં ધ્રુજારી અનુભવાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ રાપરથી 12 કિલોમીટર દૂર નોંધાયું હતું.
Site Admin | સપ્ટેમ્બર 23, 2024 3:11 પી એમ(PM)