કચ્છ જિલ્લાના મીઠી રોહર, ભારાસર સહિતના ગામમાં નદી – નાળામાં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જેસીબી મારફતે પુલમાં, નદી – નાળામાં રહેલ ગંદકીની સફાઈ કરવામાં આવી હતી. માંડવી, ભચાઉ, રાપર સહિતના શહેરોમાં વિવિધ સ્થળો પર સફાઈ હાથ ધરી લોકોને સ્વચ્છતા રાખવા માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લામાં જેતપુરપાવી તાલુકાની વાંકી ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ શ્રમદાન કરી શાળામાં સાફ-સફાઈ કરી હતી.
મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના હાજીપપુર ગામે શૌચાલયની આસપાસ સામુહિક સફાઈ કરાઈ.
Site Admin | ઓક્ટોબર 5, 2024 7:39 પી એમ(PM)