કચ્છ જિલ્લાના ભુજ અને દિલ્હી વચ્ચે ફ્રેબુઆરીથી હવાઈ સેવા શરૂ થશે. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, કચ્છની એન.આર.આઇ જનતાને આ સુવિધાનો લાભ મળશે. ભુજ-દિલ્હી હવાઈ સેવા દિલ્હીથી બપોરે ત્રણ વાગ્યે ઉપડી સાડા ચાર કલાકે ભુજ પહોંચશે. અને ભુજથી સાડા પાંચ કલાકે ઉપડી સાત કલાકે સાંજે દિલ્હી પહોચશે.
Site Admin | જાન્યુઆરી 11, 2025 7:29 પી એમ(PM)