કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભીમસર રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેકને ઓળગી રહેલો પરિવાર ચાલતી ટ્રેનની અડફેટે આવી જતાં 3 જણાંના મોત થયા હતા. અમારા કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટ્ટણી જણાવે છે કે ભુજથી મુંબઈ જતી કચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં ગભીર ઇજાગ્રસ્ત પરિવારને રેલ્વે સ્ટાફ અને સ્થાનિક લોકોએ મદદ કરી હતી અને ગાંધીધામ પોલીસને જાણ કરી હતી.
Site Admin | જાન્યુઆરી 5, 2025 3:22 પી એમ(PM)