હવામાન વિભાગે આજથી ગુરુવાર સુધી કચ્છ, સૌરાષ્ટ્ર અને રાજ્યના કેટલાક વિસ્તારમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી આગાહી કરી છે. દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ અને કચ્છમાં અતિશય ગરમીનું મોજું ફરી વળવાની- હિટવૅવની આગાહીના કારણે ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનના કારણે માછીમારોને ચેતવણી આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું
Site Admin | એપ્રિલ 15, 2025 9:51 એ એમ (AM)
કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજથી ગુરુવાર સુધી મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી શક્યતા
