ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 25, 2024 8:12 એ એમ (AM) | કચ્છ

printer

કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે આજથી બે દિવસીય કચ્છ સાહિત્ય ઉત્સવ યોજાશે.

કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે આજથી બે દિવસીય કચ્છ સાહિત્ય ઉત્સવ યોજાશે. કચ્છી ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય નવી પેઢી સુધી પહોંચે તેવા આશયથી યોજાનાર આ કાર્યક્રમમાં 55 જેટલા કચ્છી સાહિત્યકારો, કલાકારો ભાગ લેશે. યુવાનો, વડિલો, બાળકો અને મહિલાઓ એમ તમામ વર્ગના કચ્છી માડુઓને ધ્યાનમાં રાખી કુલ 14 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે કચ્છી ભાષાના સાહિત્યકારોને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકથી નવાજવામાં આવશે. કચ્છી સાહિત્ય અકાદમીના ડો. જયેન્દ્રસિંહ જાદવે ભુજમાં પત્રકાર પરિષદ યોજીને આ અંગે માહિતી આપી હતી.
આ ઉત્સવમાં કચ્છી લોકસાહિત્યની સાથે સાથે કચ્છી ભાષા માટે કરવા જેવા કાર્યો, કચ્છી કવિતા, કચ્છી વાર્તા, કચ્છી લોકસંગીત, કચ્છી પત્રકારત્વ જેવા વિષયો પર ચર્ચા યોજાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ