કચ્છમાં મુન્દ્રા પોલીસે ૩૨.૪૭ ગ્રામ કોકેઇનના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડ્યો છે. ઝડપાયેલા આ શખ્સ પાસેથી ૩૨ લાખ 47 હજારની કિંમત આંકવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં નશાકારક પદાર્થ સાથે ઝડપાયેલો શખ્સ પંજાબનો હોવાનું બહાર આવ્યું છે. સરકારની ડ્રગ સામેની ઝીરો ટોલરન્સની નીતિને કારણે આ ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ ગયો છે.
કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટ્ટણી જણાવે છે કે કચ્છમાં પંજાબના શખ્સો દ્વારા લાંબા સમયથી ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્ન પોલીસ નિષ્ફળ બનાવી રહી છે.
Site Admin | જાન્યુઆરી 12, 2025 8:23 એ એમ (AM) | કચ્છ