ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કચ્છમાં પ્રવાસનને વધુ વેગ આપવા રણ પ્રવાસન સર્કિટ વિકસાવાશે : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કચ્છમાં પ્રવાસનને વધુ વેગ આપવા આગામી સમયમાં રણ પ્રવાસન સર્કિટ વિકસાવવાની નેમ વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ ગઇકાલે  ધોરડોના સફેદ રણની ઔપચારિક મુલાકાત દરમિયાન એક કાર્યક્રમને સંબોધતા જણાવ્યુ હતું કે, રણોત્સવમાં આવતા પ્રવાસીઓ માતાના મઢ, કાળો ડુંગર, નારાયણ સરોવર, માંડવી જેવા અન્ય સ્થાનોની પણ મુલાકાત લઈ શકાય તે માટે  તેને જોડતી બસ સેવાઓ ધોરડોથી શરૂ કરીને સમગ્રતયા રણ પ્રવાસન સર્કિટ આવનારા સમયમાં બનાવવાની રાજ્ય સરકારની નેમ છે.
આ પ્રસંગે, ધોરડોના સફેદ રણ ખાતે મધ્યમવર્ગીય પરિવારો માટે આગામી વર્ષ સુધીમાં 54 કરોડ રૂપિયાના ખર્ચે 460 ટેન્ટની સુવિધા ઊભી કરાશે તેવી જાહેરાત રાજ્યના પ્રવસાન મંત્રી મુળુભાઇ બેરાએ કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ‘રણોત્સવ’ થીમ આધારિત નવીન વિશેષ પોસ્ટલ કવરનું મુખ્યમંત્રીએ અનાવરણ કર્યું હતું. ગત અગિયારમી નવેમ્બરથી રણોત્સવનો વિધિવત આરંભ થઇ ચૂક્યો છે જે 15મી માર્ચ 2025 સુધી યોજાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ