કચ્છમાં ધરા ધ્રુજવાનો સિલસિલો યથાવત છે. નવા વર્ષ 2025ના આરંભે જ ત્રણ હળવા કંપન કચ્છમાં અનુભવાયા છે. આજે સાંજે ચાર વાગીને 37 મિનિટે ૩.૮ ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્રબિંદુ દુધઈથી ૨૮ કિમી દૂર નોંધયું હતું. ગઈકાલે પણ ૨.૮ ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જોકે આ કંપનને કારણે કોઇ નુકસાનીના અહેવાલ સાંપડ્યા નથી.
Site Admin | જાન્યુઆરી 4, 2025 7:51 પી એમ(PM)