ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 22, 2024 3:50 પી એમ(PM)

printer

કચ્છના સફેદ રણ ધોરડોમાં અનેક રેસોર્ટમાં ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા 160 ભૂંગાઓને મહેસૂલ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યા

કચ્છના સફેદ રણ ધોરડોમાં અનેક રેસોર્ટમાં ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા 160 ભૂંગાઓને મહેસૂલ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે.
સફેદ રણમાં વોચ ટાવર જતા માર્ગે BSF ચેકપોઇન્ટ નજીક આવેલા રિસોર્ટમાં ગેરકાયદેસર દબાણ કરાયેલા આ ભૂંગાઓને તંત્ર દ્વારા દબાણ હટાવવાની સૂચના આપવામાં આવી હતી પરંતુ સ્વેચ્છાએ દબાણ ન હટતા તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.જેમાં 6 રિસોર્ટના કુલ 160 ભૂંગા તોડી પાડવામાં આવ્યા હતા.
ભુજથી ખાવડા જતા માર્ગે 140 થી વધુ રિસોર્ટ-હોટલો આવેલા છે. જેમાં ગેરકાયદે દબાણ કરાયેલ હશે તેને તંત્ર દ્વારા હટાવવાની કડક નોટીસ આપવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ