કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવને કારણે મૃત્યુઆંક વધીને 17 થયો છે. આ પૈકી 4 થી 5 ના મોત અન્ય કારણોસર કે હાર્ટને કારણે થયા હોવાનું રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે આજે પ્રભારી સચિવ તેમજ આરોગ્ય કમિશ્નર હર્ષદ પટેલે જિલ્લા કલેક્ટ અમિત અરોરા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
Site Admin | સપ્ટેમ્બર 12, 2024 7:45 પી એમ(PM) | અબડાસા | કચ્છ | લખપત
કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવને કારણે મૃત્યુઆંક વધીને 17 થયો
