કચ્છના મુંદરા કસ્ટમ્સે નાર્કૉટિક્સ દાણચોરી કેસમાં માદકપદાર્થ મોકલનારા ગુજરાતના રાજકોટના નિકાસકારના ભાગીદારની ધરપકડ કરી છે. કસ્ટમ્સની સ્પેશિયલ ઇન્ટેલિજૅન્સ અને તપાસ શાખાએ આફ્રિકન દેશોમાં ગેરકાયદેસર માદકપદાર્થ મોકલવામાં સંડોવણીની ગુપ્ત માહિતીના આધારે NDPS કાયદા હેઠળ આ વ્યક્તિને પકડ્યો છે.
ગત જુલાઈ મહિનામાં પશ્ચિમ આફ્રિકન દેશમાં જતા એક જ નિકાસકારના બે કન્સાઈન્મેન્ટ અટકાવ્યા હતા. જાહેર કરાયેલા માલસામાનમાં 110 કરોડ રૂપિયાનો માદકપદાર્થ છૂપાવવામાં આવ્યો હતો. આ કન્સાઈન્મેન્ટની વધુ તપાસમાં એક જ નિકાસકાર દ્વારા અન્ય શિપમેન્ટમાં 40 કરોડ રૂપિયાની કિંમતના વધારાના છૂપાયેલા માદકપદાર્થ મોકલાયાનો ખૂલાસો થયો છે.
Site Admin | જાન્યુઆરી 9, 2025 7:06 પી એમ(PM) | કચ્છ