કચ્છના ધોળાવીરાનો ભારત સરકારના સ્વદેશ દર્શનના બીજા તબક્કાની પરિયોજના હેઠળ સર્વગ્રાહી વિકાસ કરાશે. યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળોમાં સામેલ ધોળાવીરામાં 135 કરોડ રૂપિયાના ખર્ચે કચ્છની સંસ્કૃતિ, કળા અને ઇતિહાસને ઉજાગર કરતાં લાઈટ એન્ડ સાઉન્ડ શૉ સહિતના વિવિધ વિકાસકાર્યો હાથ ધરાશે.
ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શનના બીજા તબક્કા અંતર્ગત રાજ્યના ધોળાવીરા અને દ્વારકા સહિત દેશના 50 સ્થળોની પસંદગી કરાઈ છે. ધોળાવીરાને ટકાઉ અને પ્રતિભાવ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના હેતુસર 2 ભાગમાં કામગીરી કરાશે. પ્રથમ તબક્કામાં સંસ્કૃતિ ગામ, એમ્ફીથીએટર, ટેન્ટ સિટી, ટૂરિસ્ટ પ્લાઝા અને રસ્તાના વિકાસ સહિતના કામ કરાશે.
Site Admin | નવેમ્બર 22, 2024 7:24 પી એમ(PM) | કચ્છ