કચ્છના દરિયામાંથી ફરી એક વખત ડ્ર્ગ્સનો જથ્થો મળી આવ્યો છે.. જખૌ મરીન અને SRDના જવાનોને દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન એક પ્લાસ્ટિકના કોથળામાંથી ગુલાબી રંગના દસ શંકાસ્પદ પેકેટ મળી આવ્યાં હતાં. સૈયદ સુલેમાનપીર ટાપુ પરથી અંગ્રેજીમાં ‘ઝમન’ લખેલા આ દસ પેકેટનું વજન એક હજાર બસો ગ્રામ જેટલુ હતું .
પ્રાથમિક તપાસ દરમિયાન પેકેટ્સ પાકિસ્તાન તરફથી આવ્યા હોવાનું પ્રાથમિક તબકે સામે આવ્યું છે.. પાકિસ્તાની પેડલર્સ સુરક્ષા એજન્સીઓને જોઈને ડ્રગ્સના પેકેટ દરિયામાં ફેંકી દેતા હોય છે. અબડાસા અને માંડવીના સૈયદ સુલેમાનપીર, શેખરણપીર જેવા ટાપુઓ ઢાળવાળા હોવાથી આ પેકેટ કિનારે તણાઈ આવે છે તેવુ તપાસ એજન્સીઓનું પ્રાથણિક તારણ છે.
Site Admin | એપ્રિલ 26, 2025 7:42 એ એમ (AM) | Drugs | kutch | Pakistan
કચ્છના દરિયામાંથી ફરી એક વખત ડ્ર્ગ્સનો જથ્થો મળ્યો
