કચ્છનાં લખપત તાલુકાના ગુનેરી ગામની કેટલીક જમીનને ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ’ જાહેર કરવામાં આવી છે. પ્રસ્તુત છે આ અંગે અમારા પ્રતિનિધીનો અહેવાલ…
(VOICE CAST HEMANG PATNI)
(પ્રવાસન અને પ્રકૃતિ માટે દેશ-વિદેશમાં આકર્ષણ ધરાવતા ‘કચ્છ’ને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. કચ્છના લખપત તાલુકાના ગુનેરી ગામના આશરે 33 હેકટર વિસ્તારને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વરા ગુજરાતની પ્રથમ“ બાર્યોડાયવર્સિટી હેરિટેજ સાઈટ “ તરીકે જાહેર કરવામાં આવી છે.
‘ઇનલેન્ડ મેંગ્રૂવ ગુનેરી” સાઈટ અરબી સમુદ્રથી 45 કિલોમીટરના અંતરે અને કોરી ક્રીકથી ચાર કિલોમીટરના અંતરે આવેલી છે. ગુનેરી ખાતે આવેલા મેંન્ગ્રૂવમાં પાણી ક્યારેય આવતું નથી કે કીચડ પણ થતું નથી. અહીં સપાટ જમીન પર 33 હેક્ટર વિસ્તારમાં જંગલની જેમ મેંન્ગ્રૂવ પથરાયેલા જોવા મળે છે, જે તેની વિશિષ્ટતા છે.)