ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 5, 2024 9:48 એ એમ (AM) | #Akashvani AkashvaniNews | aakahvani | Akashvani

printer

ઔદ્યોગિક નીતિ હેઠળ 32 મોટા એકમો રાજ્યમાં ૧ હજાર ૬૧૭ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરશે

રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક નીતિ- ૨૦૧૫ હેઠળ ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ’ યોજના જાહેર કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ ગઇકાલે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતના અધ્યક્ષ સ્થાને તથા રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોટા ઉદ્યોગોને ફાઇનલ એલીજીબીલીટી પ્રમાણપત્ર આપવા અંગેની સમિતિની બેઠક યોજાઇ હતી.

બેઠકમાં અંદાજીત ૧ હજાર ૬૧૭ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ ધરાવતા ૩૨ મોટા એકમોની અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. જેનાથી રાજ્યમાં અંદાજિત ૩ હજાર ૭૬૬ જેટલી રોજગારીનું સર્જન થયુ છે.

આ મંજૂર કરવામાં આવેલ અરજીઓ પૈકી મોરબી જિલ્લામાં સિરામિક તથા પેપર ઉદ્યોગમાં ૫૭૧.૩૦ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ, કચ્છ જિલ્લામાં પેપર તથા મેટલ ઉદ્યોગમાં ૨૪૮.૨૫ કરોડ રૂપિયા, અમદાવાદ જિલ્લામાં ઑટો ઇન્ડસ્ટ્રીઝ તથા મેટલ ક્ષેત્રમાં ૧૧૨.૭૭ કરોડ રૂપિયા સહીતના વિવિધ જીલ્લાઓમાં મૂડીરોકાણને સહાય માટે મંજૂરી આપવામાં આવી હતી.

જે રાજ્યમાં ઉદ્યોગોને વધુને વધુ સક્ષમ બનાવવા તથા સીધી તથા આડકતરી રોજગારી વધારવામાં મહત્વનો ભાગ ભજવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ