ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાએ ભારત-પ્રશાંત વિસ્તારમાં ભારતનાં દરિયાઇ નિરીક્ષણનાં પ્રયત્નોને ટેકો આપવાની પોતાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે અને આ વિસ્તારમાં ગાઢ જોડાણનાં મહત્વને સ્વીકાર્યું છે.
આજે ઓસ્ટ્રેલિયાના ડાર્વિન ખાતે 14મી ત્રિપક્ષીય સંરક્ષણ મંત્રી બેઠકમાં ઓસ્ટ્રેલિયન નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી રિચર્ડ માર્લેસ, જાપાનના સંરક્ષણ મંત્રી નાકાતાની જેન અને અમેરિકન સંરક્ષણ મંત્રી લોઇડ ઓસ્ટીન ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક બાદ પ્રસિધ્ધ કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “અમે વર્ષ 2025થી ભારત-પ્રશાંત વિસ્તારમાં દરિયાઇ ક્ષેત્રમાં જાગૃતિ ફેલાવવા પ્રતિબધ્ધ છે અને દરિયાઇ નિરીક્ષણમાં ગાઢ જોડાણ કરવાની યોજનામાં ભારતની અગ્રણી ભૂમિકાને સ્વીકારીએ છીએ.”
Site Admin | નવેમ્બર 17, 2024 3:07 પી એમ(PM)