ઓસ્ટ્રેલિયામાં દાવાનળ ફાટી નીકળતા સંખ્યાબંધ મકાનો નાશ પામ્યા છે અને હજારો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં સત્તાવાળાઓએ બે દાવાનળ નજીકનાં શહેરોનાં નિવાસીઓને ચેતવણી આપતા જણાવ્યું છે કે, આગને કારણે સલામત માર્ગ પર અસર પડતાં તેઓ હવે ઘર છોડીને નહીં જઈ શકે.પર્થથી 190 કિલોમીટર દૂર આર્થર રિવર ટાઉન પાસે આગથી 11 હજાર હેક્ટર જમીન બળી ગઈ છે. અહીંના નિવાસીઓને ઘરમાં જ આશરો લેવા સૂચના અપાઈ છે.રાજ્યનાં દક્ષિણ કાંઠાનાં લોકપ્રિય પર્યટન સ્થળ બ્રેમર બે પાસેની એક અન્ય આગથી પણ મોટું નુકસાન થયું છે. છેલ્લાં કેટલાંક દિવસથી રાજ્યમાં તાપમાન 40 ડિગ્રીને પાર થતાં પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં તીવ્ર ગરમીનું મોજું ફરી વળ્યું છે.
Site Admin | જાન્યુઆરી 25, 2025 6:27 પી એમ(PM) | ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયામાં દાવાનળ ફાટી નીકળતા સંખ્યાબંધ મકાનો નાશ પામ્યા
